Wednesday, February 14, 2018

તિથીભોજન

શાળામાં સતીષભાઈ તરફથી પિતાની પુણ્ય તિથિ નિમિતે બાળકોને દાળભાત,શાક, લાપસી, ખમણનું ભોજન આપવામાં આવ્યું. 

ICT INNOVATION FAIR

સુરત જીલ્લામાં પ્રથમ વાર પ્રાયોગિક ધોરણે આઈસીટી ઇનોવેશન ફેરનું આયોજન કરેલ હતું. જેમાં ફક્ત ૬ થી ૮ જ કૃતિઓ આવેલ હતી જેમાં અમારી પ્રભુનગર શાળાની પણ એક કૃતિ હતી. જે શાળા પરિવાર માટે ગર્વની વાત છે. અમારા ઇનોવેશનનું નામ હતું નાનકડી શાળાની ઊંચી ઉડાન.જે નામ સાચે જ અમારી આ નાનકડી શાળા સાર્થક કરે છે. 



Tuesday, February 6, 2018

દાતાશ્રી તરફથી દાન


 શ્રી કાનજીભાઈ પોશીયા દ્વારા એમના પુત્રની પુણ્યતિથીએ શાળાના બાળકોને ફૂલસ્કેપ બૂક તથા બિસ્કીટનું દાન આપવામાં આવ્યું. જે દાન અપાવવામાં શ્રી દીપકભાઈનો ફાળો ખુબ મહત્વપૂર્ણ છે. 

Friday, February 2, 2018

HEALTH CHECKUP CAMP

બિરલા સેલ્યુલોઝીક કંપની તરફથી શાળાના  બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી. કંપનીના ડોકટરોનો ખુબ ખુબ આભાર.

 

શહીદ દિન

શહીદ દિન નિમિતે શાળામાં આપણા રાષ્ટ્રપિતા પૂજ્ય બાપુ ને બાળકોએ શ્રદ્ધાંજલિ આપી. તથા બાળકોએ બે મીનીટનું મૌન પાળવામાં આવ્યું. તથા બાળકોએ બાપુના જીવન પ્રસંગોની વાત કરી. 




પ્રવાસ

બાળકો માટે એક દિવસીય  શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન માટે ગાયત્રી ટેલર તરફથી બાળકો માટે એક સમયના નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું.  દીપસિંગ રાજપુરોહિતે પણ પ્રવાસ માટે મદદ કરેલ હતી. એમનો ખુબ ખુબ આભાર .



  

પ્રજાસત્તાક દિનની ઉજવણી

પ્રજાસત્તાક દિન નિમિતે શાળામાં વધુ ભણેલ દીકરીના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું.દીકરીને સરપંચશ્રીના હસ્તે સન્માન પત્ર તથા ટ્રોફી આપવામાં આવ્યા. દીકરીની માતાનું સન્માન કર્યું. શ્રીમતી રમીલા બેન તરફથી શાળાની બાળાઓને ચણીયા ચોળીનું દાન આપવામાં આવ્યું. શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો. સ્વામી વિવેકાનંદના જીવન પ્રસંગો આધારિત સ્વાધ્યાય માળા દ્વારા બાળકોની એક કસોટી લેવામાં આવી હતી જેના પ્રમાણ પત્રોનું વિતરણ કરવામાં આવ્યું.